સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: લંડન , મંગળવાર, 4 માર્ચ 2008 (16:06 IST)

એન્જેલીના જોલીને ધમકી ભર્યા ફોન

લંડન(એએનઆઈ) સંયુક્ત રાષ્ટ્રના સદભાવના દૂત બન્યા પછી હોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલીને ધમકી ભર્યા ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે બિન્દાસ્ત એન્જેલીનાને સમાજકાર્ય ખુબ મોંઘુ પડી રહ્યુ છે.

'મિસ્ટર એન્ડ મિસીઝ સ્મિથ' સ્ટારે માન્યુ હતુ કે, સમાજ સેવાના આ કાર્ય માટે તેઓને ઘણી વાર ખતરનાક સ્થળોની મુલાકાત લેવી પડી હતી અને ત્યાં પહોંચવા માટે તેઓએ નિતનવા રસ્તાઓ અપનાવ્યા હતા. એક વખત લોકોએ તેનુ પાકિટ ચોરવાની કોશીષ કરી હતી. બીજી વખત કેટલાક ખતરનાક લોકોથી બચવા માટે તે રૂમમાં છુપાઈ ગઈ હતી.

તેણે જણાવ્યુ હતુ કે, રાજનીતીમાં પ્રવેશતા પહેલા જ તે આ તમામ પ્રકારની ઘટનાઓ માટે માનસિક રીતે તૈયાર હતી. ઉલ્લેખનીય છે કે, જોલી હાલ ગર્ભવતી છે અને ફ્રાંસમાં તે પતિ બ્રેડ સાથે જીવનમાં આવનારા નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. તેના પરિવારમાં હાલ પુત્રી શિલોહનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સ્ટાર દંપતિએ અત્યાર સુધી મેડોક્સ, પૈક્સ અને જહારા નામના ત્રણ બાળકોને દત્તક લીધા હતા.