કરાચી પાણી પાણી:55 મોતને ભેટ્યા

વાર્તા| Last Modified બુધવાર, 22 જુલાઈ 2009 (17:32 IST)

પાકિસ્તાનના પ્રમુખ શહેર કરાચીમાં મૂશળાધાર વરસાદના કારને 55 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 80 લોકોને ભારે ઈજા પહોચી છે.

હોસ્પિટલ અને પોલિસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારથી સતત વરસી રહેલ વરસાદના કારણે મૃતકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યુ કે અત્યાર સુધી 55 લોકો મોતને ભેટી ગયા છે તથા વરસાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં 80 લોકો ઘાયલ થયા છે. વિભિન્ન નહેરો અને નદીઓમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જોકે વધુ મોત તો ઈમારતો ધરાસાઈ થવાના,કરંટ લાગવાથી અને ડૂબી જવાના કારણે થઈ છે.


આ પણ વાંચો :