સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: લંડન , મંગળવાર, 4 માર્ચ 2008 (16:10 IST)

છબી સુધારવા હિલ્ટન દ્વારા બૌધ્ધ પુસ્તકોનુ પઠન

લંડન(એએનઆઈ) પાર્ટી ગર્લની છબી સુધારવાના ભાગરૂપે હોલીવુડ સેલિબ્રીટી અને હિલ્ટન હોટલની માલિક પેરિસ હિલ્ટને બૌદ્ધ ધર્મના પુસ્તકો ખરીદવા માંડ્યાં છે. પાછલા કેટલાક સમયથી હિલ્ટન લોસ એન્જલીસના 'બોધી ટ્રી' નામના પુસ્તકના સ્ટોરમાં વારંવાર જોવા મળે છે.

તેના અંર્તગત સૂત્રોમાંથી વિગતો મળી હતી કે, પેરિસ પોતાની છબી સુધારવાના પ્રયાસો કરી રહી છે. તેના માટે તેણે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો છે. તેણે આધ્યાત્મ ઉપરની 'ધ પાથ એન્ડ ધ પેંટેડ શમન' નામની પુસ્તકનુ પઠન પણ કર્યુ હતુ. ઉપરાંત તે બૌદ્ધ ધર્મ ઉપરની ચર્ચામાં પણ ભાગ લઈ રહી છે.