તુર્કીના કોલસા ખાણમાં વિસ્ફોટ, 166 મજૂરોના મોત

mine blast
સોમા| Last Modified બુધવાર, 14 મે 2014 (09:08 IST)
. તુર્કીની કોલસા ખાણમાં થયેલ વિસ્ફોટમાં 166 લોકો માર્યા જવાના સમાચાર છે. આ ખાણ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલથી લગભગ 250 દૂર સોમા શહેરમાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જે સમયે ધમાકો થયો ત્યારે ખાણમાં 300થી વધુ મજૂરો હાજર હતા.
અધિકારીઓનુ કહેવુ છે કે બ્લાસ્ટ એક ખરાબ પાવર યૂનિટને કારણે થયો છે જે ખદાનમાં લગભગ બે કિલોમીટર ઊંડાઈ પર છે. એવુ કહેવાય રહ્યુ છે કે ધુમાડાને કારણે બચાવ કાર્યમાં મુસીબત આવી રહી છે. જો કે ખાણની અંદર પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહી છે. જેથી મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ ન થાય.

માનીસા ક્ષેત્રના મહાપૌર સેજિંગ એર્ગને જણાવ્યુ કે ઈજમીરના તટીય શહેર એજિએનથી 120 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સોમામાં એક ખાણમાં બ્લાસ્ટ થયો જેમા લગભગ 600 કર્મચારીઓ ફંસાયા હોવાની આશંકા છે. જો કે એર્ગનના દુઘટનામાં માર્યા ગયેલા ખાણમાં ફસાયેલા કર્મચારીઓના આંકડાની પુષ્ટિ હજુ થઈ નથી.

Turkey coal mine blast killed hundreds strandedઆ પણ વાંચો :