1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

પાકિસ્તાની મદરેસામાં બાળકોનો અભ્યાસ : 'એ ફોર અલ્લાહ' અને 'બી ફોર બંદૂક' !!

P.R
પાકિસ્તાની મદરેસાઓમાં બાળકોને ‘એ ફોર અલ્લાહ’ અને ‘બી ફોર બંદૂક’ ભણાવાઇ રહ્યું છે. પાકિસ્તાનના અગ્રણી વૈજ્ઞાનિક પરવેઝ હુદભાયે આ વાત કહી કે આવી તાલીમ દ્વારા દેશનાં બાળકોને આતંકવાદ તરફ ધકેલાઇ રહ્યાં છે. પરવેઝે પ્રાથમિક ધોરણોનાં પુસ્તકોનું ઉદાહરણ આપતાં કહ્યું કે, આ પુસ્તકમાં ‘ટી ફોર ટકરાઓ’, ‘જે ફોર જેહાદ’, ‘એચ ફોર હિજાબ’, ‘કેએચ ફોર ખંજર’ અને ‘ઝેડ ફોર ઝૂનુબ’ શીખવાઇ રહ્યું છે.

કટ્ટરપંથી અને ભારતવિરોધી વિચાર આ બાળકોના દિમાગમાં ભરીને આતંકવાદના પાયા મજબૂત બનાવાઇ રહ્યા છે. કિંગ્સ કોલેજમાં શિક્ષણ દ્વારા આતંકવાદને પોષણ મુદ્દે વ્યાખ્યાન આપતાં પરવેઝે આ તમામ બાબત કહી હતી.

પરવેઝે એ પણ કહ્યું કે, હિંદુ-મુસ્લિમમાં મતભેદ, પાકિસ્તાનની સામે ભારતના ઇરાદા, શહીદી અને જેહાદ પર વ્યાખ્યાન જેવા મુદ્દાઓ અભ્યાસક્રમનો ભાગ છે. જનરલ જિયા ઉલ હકે શિક્ષણમાં જે ઝેર ઘોળ્યું છે તે હજુ પણ ચાલતું આવી રહ્યું છે. હજુ પણ કંઇ જ બદલ્યું નથી. આજે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઇ જ જગ્યા નથી