ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કરાચીઃ , મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (23:43 IST)

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ક્રિસમસની ઉજવણી સમયે ઝેરી દારૂ પીતા 30 લોકોના મોત થયાના સમાચાર જાણવા મળ્યા છે આ ઘટનામાં હજુ પણ 12 જણાની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
   આ જાણકારી આજ સ્‍થાનિક પોલીસે આપવા જણાવ્યુ કે ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત થયા અને 12  જણાને સારવાર હેઠળ હોસ્‍પિટલ લઇ જવામાં આવ્યા છે. વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે ઝેરી દારૂ પીનારામાં વધારે ખ્રિસ્તી ધર્મના લોકો છે.  જેમાં મરનારોઓમાં 27 ખ્રિસ્તીઅને 3  મુસ્‍લમાનનો સમાવેશ થાય છે. તેમજ 12 લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે તમામની હાલમાં તબીયત નાજૂક છે.