ભારતમાં ધર્મ સંબંધી હિંસા અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી

વોશીંગ્ટન| Last Modified ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (10:44 IST)


ભારતમાં ધર્મ સંબંધી હિંસા અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે, સરકાર ધર્મના નામ પર હિંસા અને અતિ ઉત્સાહી ગૌરક્ષકો સંબંધી મામલા પર કાર્યવાહી કરવામાં ધીમી રહે છે. અમેરિકાએ આ બાબતે પોતાની ચિંતા સ્પષ્ટરૂપે જાહેર કરી છે.


આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે અમેરિકાના એમ્બેસેડર એટલાર્જ રબ્બી ડેવીડ નાથન સુપરસ્ટીને પત્રકારોને કહ્યુ હતુ કે, જયારે પણ ભારત સરકાર હિંસાની ઘટનાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં ધીમી રહે છે તો તેને લઇને અમે અમારી ચિંતાઓ ભારત સરકાર સમક્ષ રજુ કરતા હોઇએ છીએ. ગાયને લઇને થયેલા વિવાદો આનુ એક ઉદાહરણ છે.સુપરસ્ટીને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના વર્ષ-2015નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો તે પછી પુછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, એવુ ઘણીવાર થયુ છે કે, જયારે પીએમ મોદી બધાની ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા અને બધાની સુરક્ષા કરવાની જરૂરીયાત અંગે બોલ્યા છે. તેઓ ઘણી મજબુતીથી બોલ્યા છે.


આ પણ વાંચો :