સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|

ભારતીયને રૂ. 4 કરોડની લોટરી લાગી

દુબઈ (એજંસી) એક ભારતીય દોહા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યોજાયેલા એક લખપતિ ડ્રોમાં 10 લાખ અમેરિકી ડોલર (આશરે રૂ. 4 કરોડ) જીતી ગયો હતો. કતારના સૌથી મોટા રેફલમાં વાર્કી થોમસ નામના ભારતીયે આ નાણાં મેળવ્યાં હતાં.

કતારમાં એક વિદેશી કંપની માટે કામ કરતાં 55 વર્ષીય વાર્કીને ચાર પુત્રીઓ છે તેમ જ તે દોહામાં છેલ્લાં 23 વર્ષથી રહે છે. તે તાજેતરમાં પોતાના વતનના શહેર કોચીનમાં વસતા પોતાના કુટુંબને મળવા માટે આવવા નીકળ્યો હતો, ત્યારે જહાજ પર બેસતાં પહેલાં એરપોર્ટ ઉપર રેફલના સ્ટોર ઉપરથી આ ટિકિટની ખરીદી કરી હતી. આ લોટરીમાં પોતાના વિજય બાદ તેણે કહ્યું હતું કે, ''હું ખરેખર ખુશ છું તેમ જ આ ભગવાન તરફથી મને અણધારી રીતે મળેલી એક સૌથી મોટી ભેટ છે.''