ભારતીય ચેરીટી માટે હિમાલય સર કરશે

ભાષા| Last Modified ગુરુવાર, 14 ઑગસ્ટ 2008 (13:18 IST)

બ્રિટનનાં બકીંઘરશાયરમાં રહેલાં ભારતીય મૂળનાં એક યુવાન અર્જુન બાલીએ આફ્રિકાની એક ચેરીટી સંસ્થાને નાણાંકીય મદદ કરવા હિમાલય પર્વત સર કરવાનો નિર્ણય કર્યો છે.

આ યુવકે સંસ્થા માટે ચેરીટી કરવા માટે લદ્દાખ વિસ્તારનાં 20 હજાર ફુટ ઊંચા સ્ટોક કાંગડી શિખર પર ચઢી ગયો હતો. બીકોન્સફીલ્ડમાં રહેતો 16 વર્ષીય યુવકે પોતાની સ્કુલનાં એક શિક્ષક દ્વારા ઉભા કરવામાં આવેલા ફંડને મદદરૂપ થવા માટે આ સાહસિક કાર્ય હાથ ધર્યુ છે. સ્ટોક કાંગડી શિખર પર ચઢી અર્જુને ડબલ્યુએએમએ ફાંઉન્ડેશન માટે 4 હજાર પાઉન્ડ ઉભા કર્યા હતાં.
આ ફંડથી તાન્ઝાનિયાની અનાથ છોકરીઓને માધ્યમિક સુધી શિક્ષણ પુરૂ પાડવામાં આવશે. મસાઈ સમુદાયની છોકરીઓ માટે એમુસોરઈ ખાતે એક સ્કુલ ચાલે છે. આરજેએમ તાન્ઝાનિયા પ્રોજેક્ટનાં સચિવે જણાવ્યું હતું કે અમે અર્જુને આપેલી મદદનો સ્વીકાર કરીએ છીએ. કારણ કે શિક્ષા મેળવવાની સૌને જરૂર હોય છે.


આ પણ વાંચો :