મારુ બાળક બહુ જ રડ્યા કરે છે, ઉંઘવા દેતું નથી, પ્લીઝ કોઇ ખરીદી લો ને...વેબસાઇટ પર જાહેરાત

વેબ દુનિયા|

P.R
ઘરની નાની-મોટી વસ્તુઓનું સરળતાપૂર્વક વેચાણ થાય તે માટે સોશિયલ નેટવર્કિંગમાં અનેક વેબસાઇટ્સ ઉપલબ્ધ છે, જેના પર ઘરની જૂની નાની મોટી વસ્તુઓ વેચાણ અર્થે મૂકી શકાય છે. આ માટે લોકોને સારો પ્રતિસાદ મળતાં વેબસાઇટ ઉપર દિનપ્રતિદિન વધુ ને વધુ વસ્તુઓ વેચાણ અર્થે ઓન સ્ક્રીન મુકાય છે, પરંતુ એક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વેચાણની બાબતનો કિસ્સો અત્યંત દયાજનક છે.

મા-બાપ બાળકોના ભગવાન ગણાય છે. તેમણે જ પોતાના બાળકના રડવાથી કંટાળીને બાળકને જ વેચાણ પર મૂકી દીધું. કારણ માત્ર એટલું જ કે બાળક વારંવાર રડતું હતું અને મા-બાપને ઊંઘવા દેતું નહોતું. મા-બાપે તેમની ઊંઘ સલામત કરી લેવા માટે બાળકને ૪૩૦ ડોલરના વેચાણ માટે મૂકી દીધું. તેમણે એક ક્લાસિફાઇડ એડ્. મૂકી કે જેમાં બાળકના ફોટા મૂકવામાં આવ્યા છે. સાથે નીચે લખવામાં આવ્યું છે કે આ બાળક બહુ રડે છે. અમને ઊંઘવા દેતું નથી. અમારા જીવિત રહેવા માટે નોકરી કરવી ખૂબ જરૃરી છે.
આ જાહેરાત સંદર્ભે પોલીસે તાત્કાલિક તપાસ શરૃ કરી દીધી છે. ચાઇલ્ડ પ્રોટેક્શન અધિકારીએ કહ્યું કે તેઓ જે તે વ્યક્તિને શોધી રહ્યા છે, જેણે આ જાહેરાત વેબસાઇટ પર મૂકી છે. બીજી તરફ કંપનીએ તેમની વેબસાઇટનો ઉપયોગ કરવા માટે ગ્રાહક સાથેની તેની કોઇ પણ ભૂમિકા હોવાનો ઇનકાર કરી દીધો છે, જોકે કંપનીએ ત્યાર બાદ આ જાહેરખબરને વેબસાઇટ પરથી હટાવી દીધી હતી.


આ પણ વાંચો :