મુંબઇ હુમલામાં પાક કામ કરે - અમેરિકા

વોશિંગ્ટન| ભાષા| Last Modified શુક્રવાર, 15 મે 2009 (11:21 IST)
પાકિસ્તાનના સાથે કોઇ પણ શાંતિ વાર્તા માટે ભારતની પૂર્વ શરતનું સમર્થન કરતાં અમેરિકાના એર ઉચ્ચ રાજનીતિજ્ઞે કહ્યું હતું કે, મુંબઇ આતંકી હુમલાનું ષડયંત્ર રચનારા શખ્સોને સજા આપવા માટે પાકિસ્તાન વધુ કામ કરવાની જરૂર છે.

મુંબઇ હુમલામાં છ અમેરિકી નાગરિકો સહિત 170થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા મામલોના સહાયક વિદેશમંત્રી રોબર્ટ બ્લેકે સેનેટની એક સમિતિ સમક્ષ કહ્યું હતું કે, જ્યાં સુધી ભારત અને અમેરિકાના સંબંધની વાત છે જે અમુક હદ સુધી આ વાત ઉપર નિર્ભર કરે છે મુંબઇ હુમલામાં પાકિસ્તાન શું કાર્યવાહી કરી રહ્યું છે. સેનેટના વિદેશ બાબતોની સમિતિ સમક્ષ રોબર્ટ બ્લેકે કહ્યુ કે, ભારત પાક શાંતિ વાર્તાને મુંબઇ હુમલાથી ભારે ધક્કો લાગ્યો છે.


આ પણ વાંચો :