સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|

મુશર્રફ સાથે ડેટિંગ પર જવું છે-મિસ પાક

મિસ પાકિસ્તાન બનેલી મહેલીજ પાકિસ્તાનના પ્રમુખ મુશર્રફ પર ફિદા

PRP.R

ઇસ્લામાબાદ. પાકિસ્તાનમાં મિસ પાકિસ્તાન બનેલી મહેલીજ સરકારી નામની યુવતી પાકિસ્તાનના પ્રમુખ મુશર્રફ પર ફિદા થઇ છે. મુશર્રફની ચોતરફથી ટીકા ભલે થતી હોય પરંતુ પાકિસ્તાનની યુવતીઓ તેઓને પસંદ કરે છે. મિસ પાક મહેલીજ કહે છે કે, મુશર્રફ ખૂબ જ આકર્ષક વ્યકિતત્વ ધરાવતા પુરુષ છે. તે ઉપરાંત પાક.ના પ્રમુખ સાથે તે ડેટિંગ ઉપર જવા પણ ઇચ્છે છે.

મિસ પાકિસ્તાન વર્લ્ડ-08નો તાજ જીતી જનારી મહેલીજ સરકારીએ ગત સપ્તાહે વિશ્વ સુંદરીઓ માટેની એક વેબસાઇટ ઉપર મુશર્રફ ઉપર એક લેખ લખી નાંખ્યો હતો. આ લેખમાં તેણે લખ્યું હતું કે, વિશ્વ સુંદરીની સ્પર્ધામાં ઉતર્યા બાદ મને ખબર પડી કે વિશ્વની સુંદર યુવતીઓ અને યુવાન છોકરીઓમાં મુશર્રફ અત્યંત લોકપ્રિય છે. મેં અનેક યુવતીઓને અને સુંદરીઓને મુશર્રફ સર વિશે પ્રશ્ન પૂછ્યો હતો કે, તે તેઓને આકર્ષે છે, અનેક યુવતીઓએ જવાબ આપ્યો હતો કે, હા, તે લશ્કરી જનરલ તેઓને ખૂબ જ આકર્ષણ પેદા કરે છે. અન્ય ઘણી યુવતીઓએ એમ કહ્યું હતું કે, હા, પાકિસ્તાનના શાસક મુશર્રફ તેઓને ખૂબ જ ગમે છે. આ વિગતો સરકારીએ તેના લેખમાં લખી છે.
NDN.D

મુશર્રફ સર વિશે પૂછાયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક જવાબો મળ્યા હતા, કેમ કે હું પોતે પણ ચોક્કસપણે માનું છું કે મુશર્રફ સર ખૂબ જ આકર્ષક અને ઉત્તેજના પેદા કરે એવું વ્યકિતત્વ ધરાવે છે. તેણે વધુમાં કહ્યું હતું કે બેનઝીર ભુટ્ટો વિશે વિશ્વના તમામ પુરુષો એમ કહેતા હતા કે તે ખૂબ જ મોહક, આકર્ષક અને સુંદર હતા. તેવીજ રીતે મુશર્રફ પણ અત્યંત આકર્ષક અને મોહક વ્યકિતત્વ ધરાવતા પુરુષ છે.

સુંદર યુવતીઓને આકર્ષવા માટે મુશર્રફ સર પૂરતું વ્યકિતત્વ ધરાવે છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો મુશર્રફ સર ઓફર કરશે તો તેને તેમની સાથે ડેટિંગ ઉપર જવા માંગે છે.