1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મેક્સિકો , શુક્રવાર, 26 માર્ચ 2010 (11:07 IST)

મેક્સિકો જેલમાંથી 41 કેદી ફરાર

મેક્સિકોમાં ગુરૂવારે એક જેલમાંથી 41 કેદી ફરાર થઈ ગયાં. આ તમામને હત્યા અને અપહરણના કેસમાં પકડવામાં આવ્યાં હતાં.

સમાચાર એજેંસી ઈએફઈ અનુસાર ગુરુવારે મેક્સિકોના મેટામોરસ શહેરની એક જેલમાંથી 41 કૈદી ફરાર થઈ ગયાં. સુરક્ષા સચિવ સોબેરોન તિજેરેનિયાથી આ મુદ્દે માહિતી આપી.

કેદીઓના નાસી છૂટવાના મામલામાં પ્રશાસને જેલના બે વરિષ્ઠ અધિકારીઓને બરખાસ્ત કરી દીધા છે. આ ઉપરાંત લગભગ 100 સુરક્ષાકર્મીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.