સર્જીકલ સ્ટ્રાઈકનો બદલો લેવાની કોશિશમાં છે ISI
ભારતીય સેના દ્વારા પીઓકેમાં ઘુસીને આતંકવાદીઓના કૈપેન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈકથી ગુસ્સેલ પાકિસ્તાન ભારત સાથે બદલો લેવા બેચેન છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનની ગુપ્ત એજંંસી ઈંટર સર્વિસ ઈંટેલીજેંસ (ISI) વિશેષ પરેશાન છે. આઈએસઆઈએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ને કહ્યુ કે કેવી પણ રીતે હુમલો કરીને સર્જિકલ સ્ટાઈકનો બદલો લેવામાં આવે.
મસૂદ અઝહર કરી રહ્યો છે તૈયારી
માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદ સરગના મસૂદ અઝહર સંસદ પર હુમલો કરી સર્જીકલ સ્ટ્રાઈકનો બદલો લેવાની તૈયારી કરી રહ્યો છે. તેથી ભારતની ગુપ્ત એજંસી અને જમ્મુ-કાશ્મીરની સીઆઈડીને સતર્ક કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ફિદાયીન જો સંસદ પર હુમલો કરવામાં નિષ્ફળ થયો તો તે દિલ્હી સચિવાલય, લોટસ ટેંપલ, અક્ષરધામ મંદિર, ભીડવાળા સ્થાન કે કોઈ મુખ્ય સ્થાન પર હુમલો કરી શકે છે.