સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: લોસ એન્જલસ. , સોમવાર, 7 એપ્રિલ 2008 (15:11 IST)

હોલીવુડ અભિનેતા ચાર્લ્ટન હેસ્ટનનું નિધન

NDN.D

લોસ એન્જલસ. પ્રસિદ્ધ હોલીવુડ અભિનેતા ચાર્લ્ટન હેસ્ટનનું તેમના બેવર્લી હિલ ખાતેના નિવાસ સ્થાને 84 વર્ષની વયે નિધન થયું હતું. અભિનેતા હેસ્ટન પોતાની બહુર્ચિચત અને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત ફિલ્મ "બેન-હુર"માં તેમના અભિનયને ખૂબ જ પ્રશંસા મળી હતી. સુપર સ્ટાર હેસ્ટને તેમની પાછળ તેની 64 ર્વિષય પત્ની લાયડીયાને છોડીને દુનિયામાંથી વિદાય લીધી હતી.

તેઓ અલ્ઝાઈમર નામની બીમારીના છેલ્લા સ્ટેજમાં પીડાતા હતા. તેમના વારસદારો તરીકેમાં એક પુત્ર, પુત્રી અને ત્રણ પૌત્ર-પૌત્રીઓ છે. અભિનેતા હેસ્ટન પોતાના કદાવર શરીર, સૌમ્ય પર્સનાલિટી અને વજનદાર અવાજને કારણે હોલીવુડમાં અમર સ્થાન પામ્યા હતા.

જ્હોન ચાર્લ્ટન હેસ્ટનનો જન્મ 1924માં થયો હતો. તેણે શાળાકાળ દરમ્યાન જ અભિનય ક્ષેત્રે રુચિ કેળવી હતી અને અનેક નાટકોમાં અભિનય કરીને ચાહના મેળવી હતી. પોતાની ફિલ્મી કેરિયર શરૃ કરતાં પૂર્વે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હેસ્ટને અમેરિકન એરફોર્સમાં પણ સેવાઓ આપી હતી. તેની સૌપ્રથમ ફિલ્મ "એન્ટોની એન્ડ કિલયોપેટ્રા" રહી હતી, પરંતુ મુખ્ય પાત્ર તરીકેની તેની પ્રથમ ફિલ્મ "પીર જીન્ટ" રહી હતી. જેણે હોલીવુડની બ્લોક બ્લસ્ટર ચલચિત્ર 'ધી ટેન કમાન્ડમેન્ટ્સ'થી તેઓ હીરો તરીકે છવાઈ ગયા હતા.

સુપરસ્ટાર હેસ્ટનની ફિલ્મ કેરિયર પ્રભાવશાળી રહી હતી અને ઐતિહાસિક મહાકાવ્ય ઉપરથી નિર્મિત "બેન-હુર"માં તેનો અભિનય પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. આ ચિત્રને વિશ્વ પ્રસિદ્ધ એવો ઓસ્કાર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

હેસ્ટન હોલીવુડમા ઐતિહાસીક પાત્રો ભજવવા માટે પ્રખ્યાત હતા. તેમણે અનેક ઐતિહાસીક પાત્રોને પડદા પર જીવંત કર્યા હતા. છેલ્લે અમેરિકન રાઈફલ એસોશીએશન સાથે જોડાઈને તેમણે વિવાદ સર્જ્યો હતો. હેસ્ટન એ સિવાય રાજકીય રીતે સક્રિય હતા.