અમે માર્યો બૈતુલ્લાહને - ઓબામા

વોશિંગ્ટન| વાર્તા| Last Modified શનિવાર, 22 ઑગસ્ટ 2009 (12:41 IST)
P.R
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકી સેનાએ તહરીકે પાકિસ્તાન પ્રમુખ મહસુદના આતંકને ખતમ કરી નાંખ્યો છે.

બૈતુલ્લાહ મેહસુદ અંગે ઓબામાની ટીપ્પણીથી એવું લાગી રહ્યું છે કે, તે એ અમેરિકી અધિકારીઓથી આગળ વધી ગયા છે જેમણે કહ્યું હતું કે, બૈતુલ્લાહના મોત અંગે 90 ટકા આશાવાદી છે કે તહરિકે તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ ગત 5મી ઓગસ્ટે કરાયેલા ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. જોકે હજુ સુધી આ મામલે સ્પષ્ટતા થઇ નથી.

ઓબામાએ એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમને પ્રથમવાર પાક્સિતાની સેનાનો આટલો સારો સહયોગ મળ્યો છે જે વર્તમાન સમયમાં આતંકવાદીઓ વિરૂધ્ધ સૌથી આક્રમક રીતે કાર્યવાહી કરી રહ્યું છે.


આ પણ વાંચો :