સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: મંગળવાર, 13 મે 2008 (18:48 IST)

2007માં પાકની 2 હજાર મહિલા પર બળાત્કાર

ઇસ્લામાબાદ. પાકિસ્તાનના એક અહેવાલ મુજબ વર્ષ 2007માં પાકમાં 2000થી વધુ મહિલાઓ ઉપર બળાત્કારો થયા હતા. જ્યારે 2008ના પ્રથમ ત્રણ માસ દરમિયાન 428 કેસો નોંધાયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વર્ષ 2007માં 2,257 બળાત્કારના કેસો નોંધાયા હતા. જેમાંથી 260 કેસો સામૂહિક બળાત્કારના છે. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સૌથી વધારે બળાત્કારના કેસો નોંધાયા છે.

2007 દરમિયાન પંજાબ વિસ્તારમાં 1509 મહિલાઓ ઉપર બળાત્કાર અને 233 મહિલાઓ ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2008ના પ્રથમ ત્રણ મહિના દરમિયાન પાકના દેશભરમાં 428 બળાત્કારના કેસો નોંધાયા છે. જ્યારે 42 કેસો સામૂહિક બળાત્કારના નોંધાયા છે. જેમાંથી ફક્ત પંજાબ વિસ્તારમાં 330 બળાત્કારના અને 32 સામૂહિક બળાત્કારના કેસો નોંધાય છે.

પાકિસ્તાનમાં પંજાબ વિસ્તારમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે. બળાત્કારના કેસની સાથે પાકિસ્તાનમાં અપહરણના કેસોમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં 2008માં ખંડણી માટે 180 લોકોના અપહરણના કેસો નોંધાયા છે. જેમાંથી 47 કેસો પંજાબ વિસ્તારમાં, 57 સિંધમાં અને પાંચ કેસો બલુચિસ્તાનમાં નોંધાય છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં 2600 અપહરણના કેસો નોંધાયા હતા.