સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (08:51 IST)

ભિખારીએ લગભગ 20 હજાર લોકોના જમણવાર પર સવા કરોડ ખર્ચ કર્યા Viral video

Viral pakistani video- પાકિસ્તાનમાંથી એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભિખારીએ એ કામ કરી બતાવ્યું જે મોટા કરોડપતિ અને અમીર લોકો પણ નથી કરી શકતા. ભિખારીએ લગભગ 20 હજાર લોકોનુ જમણવાર કર્યુ આ માટે તેણે લગભગ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. એટલું જ નહીં ભિખારીએ જમણવાર માટે આવતા લોકો માટે બે હજારથી વધુ વાહનોની વ્યવસ્થા પણ કરી હતી.

જમણવાર  પર 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો
આ મામલો પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવાર સાથે સંબંધિત છે. પરિવારે લગભગ 20,000 લોકો માટે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તેની ભવ્યતા આના પરથી જાણી શકાય છે કે આ માટે પરિવારે લગભગ 1.25 કરોડ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હોય.

જમણવાર શા માટે આપવામાં આવ્યો?
વાસ્તવમાં પરિવારે તેમની દાદીના મૃત્યુના 40માં દિવસે આ ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું. પરિવાર દ્વારા લગભગ 20 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનોનું પરિવહન તેમજ 2000 જેટલા વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાનવાલામાં રહેવલી રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું.

શા માટે ભોજ આપવામાં આવ્યો?