ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2024 (11:22 IST)

ટ્રપની જીત પર ગુસ્સે થયેલ વ્યક્તિએ બે પત્ની અને બે બાળકોની કરી હત્યા, ખુદને પણ મારી ગોળી

donald trump
donald trump
America News: હત્યાનો આ મામલો અમેરિકાના મિનેસોટાના ડુલુથ શહેરમાંથી આવ્યો છે. જ્યા એંથની નેફ્યુ નામના વ્યક્તિએ પોતાની પત્ની પોર્વ સાથી અને બે પુત્રોની હત્યા કરી નાખી.  સૌની હત્યા કર્યા બાદ નેફ્યુએ ખુદને પણ ગોળી મારી દીધી. એંથની નેફ્યુ નામ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો.  તાજેતરમાં અમેરિકામાં થયેલ પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં નેફ્યુએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્દ પોસ્ટ પણ લખ્યા હતા. 

 
5 લોકોના મોત 
મામલાની માહિતી અધિકારીઓએ આપી. અમેરિકાના મિનેસોટા રાજ્યમાં એથની નેફ્યુએ પોતાની પત્ની, પૂર્વ સાથી અને પોતાના બે પુત્રોની હત્યા કર્યા બાદ ખુદ પણ ગોળી મારી લીધી.  ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ તમામ મૃતકો બે ઘરમાંથી મળી આવ્યા છે.
 
 
મૃતકોમાં નેફ્યુની પ્રથમ પત્ની  એરિન અબ્રામસન અને તેના પુત્ર જેકબ નેફ્યુનો સમાવેશ થાય છે, જેઓ ગુરુવારે બપોરે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે સત્તાવાળાઓને તેની પત્ની કેથરિન નેફ્યુ અને તેના 7 વર્ષના પુત્ર ઓલિવર નેફ્યુના મૃતદેહ નજીકના ભત્રીજાના ઘરમાંથી મળ્યા હતા. આ પછી, નેફ્યુનો મૃતદેહ પણ ઘરની અંદરથી મળ્યો, તેણે ખુદને ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નેફ્યુ તેના ફેસબુક એકાઉન્ટ પર સતત ટ્રમ્પ વિરોધી પોસ્ટ શેર કરી રહ્યો હતો.
 
માનસિક સ્વાસ્થ્ય સારુ નહોતુ 
મીડિયા રિપોર્ટ્સ મુજબ નેફ્યુએ જુલાઈમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેનથી જાણ થાય છે કે તેનુ માનસિક સ્વાસ્થ્ય સારુ નહોતુ. જેને કારણ ધર્મ બતાવ્યુ.  નેફ્યુએ લક્ય્યુ કે મારી અંદર અનેકવાર  એ વિચાર આવે છે કે એક દિવસ આને ફાંસી પર કે સળગતા ક્રોસ પર ચઢાવી દેવામાં આવશે. 
 
ટ્રંપ વિરુદ્ધ પોસ્ટ 
 અમેરિકામાં ચૂંટણી વચ્ચે નેફ્યુએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ એક પોસ્ટ શેયર કરી હતી.  શેર કરાયેલ ફોટો ટ્રમ્પનો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેનો હતો. ટ્રમ્પના ચહેરાની નીચે 'હેટ' શબ્દ લખવામાં આવ્યો હતો, જ્યારે ડેમોક્રેટિક રાજકારણીઓના ચહેરા નીચે 'આશા' અને 'વિકાસ' શબ્દ લખવામાં આવ્યો હતો. દુલુથ પોલીસ હજુ સુધી હત્યા પાછળનો હેતુ શોધી શકી નથી. જોકે, તેમનું કહેવું છે કે આનાથી લોકોને કોઈ ખતરો નથી.