ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (14:36 IST)

સિંગરે FB live પર ખુદને લગાવી આગ, પછી ભાગ્યો એક્સ ગર્લફ્રેંડને મળવા

પ્રેમમાં માણસ હોશ ગુમાવી બેસે છે. પણ ક્યારેક ક્યારે પ્રેમમાં ખુદને સાચો સાબિત કરવા માટે ખુદનો જ જીવ લઈ લે છે.  આવી જ એક ઘટના બની અમેરિકાના મૈમફિસમાં. 
 
જ્યારે એક અમેરિકી ગાયકે ખુદને ફેસબુક પર લાઈવ આગ લગાવી દીધી અને ત્યારબાદ તે એ બાર તરફ ભાગ્યો જ્યા તેની એક્સ ગર્લફ્રેંડ નોકરી કરતા હતી.  ખૂબ વધુ સળગી જવાથી 33 વર્ષીય જેર્ડ મેક્લિમોરનુ પછી મોત થઈ ગયુ. 
 
પોલીસે માહિતી આપી કે મેક્લિમોરે ખુદને કેરોસીનથી આગ લગાવી લીધી અને બાર તરભ દોડ્યો. તેની એક્સ ગર્લફ્રેંડ અલેશા મૂરે એક ઑડિયો એંજિનિયર છે. 
 
પોલીસે જણાવ્યુ કે મેક્લિમોરનું મૃત્યુ આગથી દઝાય જવાથી થયુ.  આ દરમિયાન તેને બચાવવા દોડેલ એક માણસ પણ ઘાયલ થયો.  
 
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ કે પહેલા તેમને એવુ લાગ્યુ કે આ કોઈ સ્ટંટ છે કે પછી મજાક  છે.  અનેક લોકોએ સિંગરના શરીર પર લાગેલી આગલ ઓલવવા પોતાનુ જેકેટ પણ નાખી પણ આગ ઓલવાઈ નહી. 
 
લોકોએ માહિતી આપી કે ઘટના પહેલા મેક્લિમોર અને અલેશા વચ્ચે ખૂબ વાદવિવાદ થયો હતો.