Germany Christmas- જર્મનીમાં ક્રિસમસ હુમલામાં 5 ભારતીયોના મોત, ભારત સરકાર બની સક્રિય, લોકોનો સંપર્ક કરી રહી છે
Germany Christmas - જર્મનીમાં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હતી, આ માટે માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક હાઇસ્પીડ કારે પોતાની સ્પીડ વડે અનેક લોકોને ઇજા પહોંચાડતાં સમગ્ર વાતાવરણ બદલાઇ ગયું હતું. લોકો તેને હુમલો ગણાવી રહ્યા છે, જ્યારે જર્મન પોલીસે તેને અકસ્માત ગણાવ્યો છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 200 લોકો ઘાયલ થયા છે.
આ ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે. ભારતે ભારતીયોના મોતની નિંદા કરી છે. સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
આ ભયાનક ઘટના શુક્રવારે સાંજે બની હતી. જ્યારે મેગડેબર્ગના ક્રિસમસ માર્કેટમાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. જેમાં એક બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે શંકાસ્પદ ડ્રાઈવર તરીકે 50 વર્ષીય સાઉદી અરેબિયન ડોક્ટર તાલેબની ધરપકડ કરી છે.