રસ્તા પર દૂધ કાઢનારી 'હૉટ મિલ્ક સિસ્ટર'
બીજિંગમાં એક યુવતી રોડ પર ગાય અને બકરીઓનું દૂધ કાઢે છે. આ દરમિયાન ત્યા ફ્રેશ દૂધ ખરીદવા માટે લોકો પણ પહોંચી જાય છે અને દૂધ સહેલાઈથી વેચાય જાય છે. યુવતી 'મિલ્ક સિસ્ટર'ના રૂપમાં આજુબાજુના વિસ્તારોમાં જાણીતી થઈ ગઈ છે.
ઓછા કપડા પહેરેલ 'મિલ્ક સિસ્ટર' ગાયોને બીજિંગના ચાયોયાંગ વિસ્તારમાં લઈ જાય છે. જ્યાથી સાઈડવોકના કિનારે લોકોને ગાયનુ તાજુ દૂધ આપે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બીજિંગમાં ભેળસેળવાળુ દૂધ વેચવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ બજારમાંથી દૂધ ખરીદનારા લોકો ગભરાવવા માંડ્યા છે. આ દરમિયાન આ યુવતીએ લોકો સામે જ જાનવરોમાંથી દૂધ કાઢવાનુ શરૂ કરી દીધુ.
પ્રતિષ્ઠિત ચીની વેબસાઈટ shanghaiist.comએ યુવતીની ફોટો પબ્લિશ કરી છે અને લખ્યુ છે - 'સેક્સી મિલ્ક સિસ્ટર' ગાયને રસ્તા પર લાવીને દૂધ કાઢી રહી છે. એટલુ જ નહી યુવતીએ લોકોને પોતે જ ગાયોમાંથી દૂધ કાઢવાની ઓફર પણ કરી છે. મિલ્કનુ એક બૉક્સ યુવતી 8 યુઆન રૂપિયા (લગભગ 80)માં વેચી રહી છે. પણ લોકોની ભીડને કારણે આ જલ્દી ખતમ થઈ રહ્યુ છે. અનેક લોકો દૂધ ખરીદીને તે જ વખતે તેને પીતા પણ દેખાયા છે.