રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: માસ્કો. , સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (10:24 IST)

રૂસી યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 71 લોકોના મોત

રૂસના એક વિમાની રાજધાનીના દોમોદેદોવો હવાઈમથકથી આજે ઉડાન ભર્યા પછી મોસ્કોના બહારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. તેમા કુલ 71 લોકો સવાર હતા. જેમાથી કોઈપણ જીવીત બચ્યુ નથી. 
 
રૂસી મીડિયાના સમાચાર મુજબ આ વિમાન યૂરાલ પર્વતમાળાના દક્ષિણી કિનાર પર આવેલ ઓર્સ્ક શહેર જઈ રહ્યુ હતુ. મીડિયાની જાણકારી મુજબ વિમાને મોસ્કો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિમાન રડારથી ગાયબ થયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમરજન્સી સેવાઓના સુત્રોએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર મુસાફરોમાંથી કોઈ બચ્યું નથી.
 
આ પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. રશિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્લેનના ક્રેશ થવા પાછળનું કારણ વાતાવરણ અને પાઈલોટ એરર પણ હોય શકે છે તેવું જણાવી રહી છે.