લૉસ એંજલસમાં ફેલાયેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી
અમેરિકાના લૉસ એંજલસમાં લાગેલી આગ હજુ કાબૂમાં નથી આવી શકી. આગને કારણે અત્યાર લગી 24 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે.
જે વિસ્તારોમાં આગ હજુ ફેલાયેલી છે તેમાં પૅલિસૅડ્સ, ઇટન અને હર્સ્ટ સામેલ છે.
આ મામલે હજુ 23 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. આગથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હોય તો તે પૅડિસૅડ્સ છે. જ્યાં પહેલાં 23 એકર જમીનમાં આગ લાગી અને માત્ર 14 ટકા વિસ્તાર પર જ આગ
બુઝાવવામાં સફળતા મળી છે. આગ બુઝાવવા માટે પાંચ હજાર લોકો સામેલ થયા છે.
આગથી બીજો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ઇટન છે. જ્યાં 33 ટકા વિસ્તારમાં જ આગ પર કાબૂ થઈ શક્યો છે. હજુ 14 એકર વિસ્તારમાં આગ ફેલાયેલી છે.
100 ટકા આગ પર કાબૂનો અર્થ એ થાય છે કે આગને આગળ વધતી રોકી દેવામાં આવી છે અને તેનો અર્થ એ થતો નથી કે આગની જ્વાળાઓને શાંત કરી દેવામાં આવી છે.
નૅશનલ વેધર સર્વિસના હવામાન વૈજ્ઞાનિક રિચ થૉમ્સને કહ્યું છે કે જે હવાઓને કારણે લૉસ એંજલસમાં આગ લાગી છે તેનાથી હાલ રાહત મળે તેવી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે, "અમારું દિલ એ 24 નિર્દોષ આત્માઓ માટે દુ:ખી છે જેમને આપણે ખોયા છે."