રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (11:22 IST)

ગ્રીસમાં મોટો અકસ્માતઃ ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ અથડામણ, 26ના મોત

bus fire
Greece Train Accident: ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણમાં 26 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 85 થી વધુ લોકો ઘાયલ થયા છે. કહ્યું આ દુર્ઘટના એથેન્સથી લગભગ 380 કિમી ઉત્તરે ટેમ્પે નજીક બની હોવાનું માનવામાં આવે છે.
 
ગ્રીસ ટ્રેન અકસ્માતઃ ગ્રીસમાં ગઈકાલે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ભીષણ અથડામણમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. જ્યારે, આ અકસ્માતમાં 85 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હજુ સુધી અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.