બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025 (14:31 IST)

Nepal Protest Updates- પીએમ ઓલીએ રાજીનામું આપ્યું; રાષ્ટ્રપતિ-પીએમના નિવાસસ્થાનમાં આગચંપી; કાઠમંડુથી હવાઈ સેવા બંધ

નેપાળ સરકાર
Nepal Protest Updates- હિંસક વિરોધ પ્રદર્શનો બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. પીએમ કેપી શર્મા ઓલીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાત પછી પણ, મંગળવાર સવારથી વિરોધીઓ ફરીથી રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે પોતાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન, વિરોધીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પીએમ ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
 
નેપાળના આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલનું રાજીનામું
નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રી પ્રદીપ પૌડેલે જનરેશન Z ના વિરોધ પ્રદર્શનો સાથે સરકારની કાર્યવાહી કરવાની રીત સાથે અસંમતિ વ્યક્ત કરતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે
 
નેપાળમાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં આગ લગાવી
નેપાળમાં જનરેશન-Z ના વિરોધીઓએ સંસદ ભવનમાં આગ લગાવી છે. અગાઉ, વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી.