શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (14:00 IST)

Tokyo Olympics: ઈઝરાઈલની મહિલા સ્વિમરે માઘુરી દીક્ષિતના ગીત પર કર્યો ડાંસ, જુઓ Video

Video: ટોક્યો ઓલિમ્પિકમાં ઇઝરાયેલી મહિલા કલાકાર તરવૈયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો  (Olympics 2021 Viral Video) છે. આ વીડિયોમાં ઇઝરાયેલની મહિલા ખેલાડી ઇવેન્ટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થવાનું મુખ્ય કારણ એ ગીત છે, જે તેઓ પરફોર્મ કરી રહી છે. વીડિયોમાં ઈઝરાયેલા સ્વિમર્સ Eden Blecher અને Shelly Bobritsky (Israel Swimming Team) છે જે બોલીવુડ અભિનેત્રી માઘુરી દીક્ષિત (Madhuri Dixit Song)ના ગીત પર પરફોર્મ કરી રહી હતી. આ પરફોર્મેંસ બોલીવુડના પ્રત્યે દુનિયાભરમાં ફેલાયેલી તેમની દિવાનગીને દર્શાવે છે. 
 
ઇઝરાયલીના સ્વીમરોનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇઝરાયલી સ્વીમરોએ સાબિત કર્યું કે બોલિવૂડ ગીતોનો ક્રેઝ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. તાજેતરમાં ઇઝરાયેલી ટીમના સ્વીમરોએ એડન બ્લેચર (Eden Blecher) અને શેલી બોબ્રીત્સ્કી (Shelly Bobritsky) એ આર્ટિસ્ટિક સ્વિમિંગ ડ્યુએટ ફ્રી રૂટીન પ્રિલિમિનરીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન માધુરી દીક્ષિત (Madhuri Dixit) ના ગીત ‘આજા નચલે’ પર ડાન્સ કરતી વખતે બંને જોવા મળી હતી. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઇઝરાયલી સ્વીમરો ગીતોની પસંદગી લોકોને ખૂબ ગમી.

 
એની ડેનમ નામના યુઝરે ટ્વિટર પર ઈઝરાયલી સ્વીમરોનો આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં, તેણે લખ્યું, ‘ટીમ ઇઝરાયેલને આ માટે ખૂબ ખૂબ આભાર. તમને ખબર નથી કે હું તેને સાંભળવા અને જોવા માટે કેટલો ઉત્સાહિત હતો. આજા નાચલે. ‘હિન્દી ગીતો (Hindi Songs) પર ઇઝરાયલી સ્વીમરોનું પ્રદર્શન એ વાતનો પુરાવો છે કે, વિદેશમાં પણ લોકોને હિન્દી ફિલ્મો અને ગીતો ગમે છે.