શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Updated : શનિવાર, 31 ઑક્ટોબર 2020 (10:43 IST)

IPL 2020 RR vs KXIP: 99 પર આઉટ થતા ક્રિસ ગેલને આવ્યો ગુસ્સો, મેદાનમાં જ ફેંકી દીધુ બેટ જુઓ VIDEO

અબુધાબીમાં રમાયેલી આઈપીએલ 2020 ની 50 મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટે હરાવી હતી. રાજસ્થાન માટેની આ મેચમાં બેન સ્ટોક્સ (50) અને સંજુ સેમસન (48) એ ધમાકેદાર બેટિંગ દ્વારા ટીમની જીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરતા પંજાબ તરફથી ક્રિસ ગેલે  63 દડામાં 99 રન બનાવ્યા  હતા, પરંતુ ગેલ કમનસીબ રહ્યો અને તેની સદી ચૂકી ગયો. ગેલ 99 રન બનાવી આઉટ થયા બાદ ગુસ્સે દેખાયો હતો અને તેણે પોતાનું બેટ ફેંકી દીધું હતું.

 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત સારી રહી ન હતી અને  મનદીપ સિંહ (0) ને ખાતું ખોલાવ્યા જાડેફ્રા આર્ચેરે પેવેલિયન ભેગો કર્યો.  ત્યારબાદ કેપ્ટન કેએલ રાહુલ (46) એ ક્રિસ ગેલની સાથે બીજી વિકેટ માટે 120 રન જોડ્યા. આ મેચમાં ગેલ તેની સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ ઇનિંગની છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરે  તેને 99 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરી દીધી હતી. જે બાદ ગેઇલ એકદમ ગુસ્સે દેખાયો અને તેણે તેનું બેટ ફેંકી દીધું.
 
રાજસ્થાન રોયલ્સ સામેની પરાજય બાદ કિંગ્સ ઇલેવન પંજાબે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ટીમને હવે તેની છેલ્લી મેચમાં જીત મેળવીને પોતાની નેટ રનરેટ વધુ સારુ રાખવુ પડશે. આ જીત સાથે રાજસ્થાનની ટીમે પ્લે ઓફ રેસમાં ખુદને જાળવી રાખી છે.