1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 મે 2025 (12:11 IST)

Operation Sindoor: ભારતના અટેક પછી રડવા માંડી પાકિસ્તાનની ન્યુઝ એંકર

Operation Sindoor
એક પાકિસ્તાની ન્યુઝ ચેનલ પર ભારતના અટેકના સમાચાર વાંચતા એક પાકિસ્તાની ન્યુઝ એંકર રડવા લાગી. વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યુ છે કે હજુ તમને વધુ રડવાનુ છે બેગમ તમારા આંસૂ બચાવી રાખો.   


 
પાકિસ્તાન કરી રહ્યુ છે ગોળીબાર -  ઉલ્લેખનીય છે કે ભારતના Operation Sindoor પછી પાકિસ્તાનમાં ખલબલી મચી છે. જાણવા મળ્યુ છે કે LoC પર પાક્સિતાનની તરફથી સતત સીઝફાયરનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.  પૂંછ-રાજૌરી સેક્ટરમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનની આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાને લાહોર, ઈસ્લામાબાદ અને સિયાલકોટ એરપોર્ટને આગામી 48 કલાક માટે બંધ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને પોતાનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે અને બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
 
ભારતની એયર સ્ટ્રાઈક :એક સંયુક્ત ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
 
પાકિસ્તાનમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા - આ હવાઈ હુમલામાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. અહેવાલો અનુસાર, બહાવલપુર અને મુરીદકે, બે સૌથી મોટા સ્થળોમાં લગભગ 25-30 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય એજન્સીઓ ધીમે ધીમે અન્ય આતંકવાદી છાવણીઓમાં માર્યા ગયેલા આતંકવાદીઓની પુષ્ટિ કરી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 4 અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. ભારતીય સેનાએ મંગળવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે આ કાર્યવાહી કરી