ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 મે 2015 (18:34 IST)

આ પાંચ મુદ્દા પર ચીન સાથે છે 'ચિકચિક', શુ પ્રધાનમંત્રી મોદી દૂર કરી શકશે ?

દેશ અને દુનિયાની આશાઓનો બોજો પોતાના ખભા પર લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચી ચુક્યા છે. તેમના આ પ્રવાસથી ભારત-ચીનમાંમાં લગભગ નિકટતા આવવાની શક્યતા છે. પણ કેટલીક અડચણો એવી છે જેમને દૂર કરવી બંને દેશો માટે મોદીની આ યાત્રા દરમિયાન એક પડકાર રહેશે. જાણૉ આવા પાંચ મુદ્દા
 
સીમા વિવાદ - બંને દેશોમાં કેટલી વાર સત્તાઓ બદલાય ચુકી છે. પણ સીમા વિવાદને દૂર કરવામાં ભારત-ચીન નિષ્ફળ રહ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે મોદીના પ્રવાસ પહેલા કહ્યુ, 'અમે મોદીના આગમનાને લઈને આશાવાદી છીએ,' પણ આ વાતની આશા ખૂબ ઓછી છે કે આ મુદ્દે બંને દેશ મોદીના આ પ્રવાસથી આગળ વધી શકશે. બંને પક્ષ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે શાંતિ કાયમ રહે. ચીન ગયા વર્ષે ચીની રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન મોદી તરફથી પ્રસ્તાવિત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને સ્પષ્ટ કરવાના ઈચ્છુક નથી. સીમાના પ્રસ્તાવ પહેલા LAC ના સંબંધમાં સ્પષ્ટતા બંને પક્ષોની આક્રમક ગશ્ત(પહેરા માટે ઘૂમવું ) રોકાવવાની આશા છે.  
 
અરુણાચાલ પ્રદેશ - ચીન અરુણાચલ પ્રદેશ પર વારે ઘડીએ પોતાનો હક બતાવી રહ્યુ છે. મોદીના ચીન પ્રવાસ પહેલા એક ચીનના સરકારી છાપાએ તેમને અરુણાચલ ન જવાની સલાહ આપતા પ્રધાનમંત્રીની આલોચના કરી હતી. છાપાએ પોતાના એક સમાચારમાં તેમના પર પોતાની ઘરેલુ છબિ ચમકાવવા માટે સીમા વિવાદ અને ચીનના વિરુદ્ધ સુરક્ષા મુદ્દાને લઈને ચાલ ચાલવાનો આરોપ લગાવ્યો હતો. 
 
POK કોરિડોર - ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે 20 એપ્રિલના રોજ પાકિસ્તાનના પોતાના પ્રવાસ પર રાજમાર્ગ અને પનબિજળી પરિયોજનાઓની સાથે જ પીઓકે થતા બલૂચિસ્તાનમાં ગ્વાદર બંદરગાહ સુધી ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડોર સહિત આધારભૂત સંરચનઓના નિર્માણના માટે 46 ડૉલરના પેકેજની જાહેરાત કરી હતી. નવી દિલ્હીના ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડોર પર બીજિંગની સામે આપત્તિ નોંધાવી છે. 

ચીની સૈનિકોની ઘુસપેઠ - છેલ્લા બે વર્ષમાં ચીન પ્રધાનમંત્રી લી ક્વિંગ અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ દરમિયાન લદ્દાખમાં ચીની સૈનિકોની બે ઘુસપેઠના મુદ્દા તેમના પ્રવાસના સમયે છવાય રહ્યા હતા. ઘટનાઓ પછી નરેન્દ્ર મોદીએ શી જિંગપિંગને સલાહ આપી હતી કે LACના સ્પષ્ટ થવાથી સીમા પર શાંતિ કાયમ રાખવામાં મોટી મદદ મળશે. જ્યા બંને બાજુના સૈનિક પોત-પોતાનો દાવો બતાવતા રહે છે. આ વર્ષે માર્ચમાં સીમા વાર્તાના 18માં ચરણ દરમિયાન પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. 
 
તિબ્બત - તિબ્બત મુદ્દે પણ ભારત-ચીન વચ્ચે કડવાશ ઉભો થતો રહે છે. ચીન ઈચ્છે છે કે ભારત તિબ્બતી ધર્મ ગુરૂ દલાઈ લામાને પોતાના ત્યા શરણ આપે અને નહી તો તેમનુ સમર્થન કરે. પણ ભારત દલાઈ લામાને સતત શરણ આપી રહ્યુ છે. પ્રધાનમંત્રી મોદીને અરુણાચલ પ્રદેશ ન જવાની સલાય આપનારા ચીનના સરકારી છાપાએ તેમને દલાઈ લામાનુ સમર્થન ન કરવાની સલાહ પણ આપી હતી.  જો કે દલાઈ લામાએ તાજેતરમાં કહ્યુ, 'જો ભારત-ચીન મિત્રતા પરસ્પર વિશ્વાસ પર થાય છે તો આ એક સ્વાગત યોગ્ય પગલુ રહેશે. તેમણે કહ્યુ કે આનાથી ફક્ત બંને દેશો વચ્ચે સંબંધો પર જ નહી પણ તિબ્બત સહિત અન્ય દેશો પર પણ અસર પડશે.