મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લંડનઃ , શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (08:56 IST)

PM મોદી, ગુજરાત રમખાણો… BBCની ડોક્યુમેન્ટ્રી પર થયેલા હંગામા બાદ ઋષિ સુનકે તોડ્યું મૌન, આપ્યું મોટું નિવેદન

Rishi Sunak modi
બ્રિટિશ મીડિયા બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે જેનો ભારે વિવાદ થઈ રહ્યો છે. હકીકતમાં, 2002ના ગુજરાત રમખાણોને લઈને આ ડોક્યુમેન્ટ્રીમાં ઘણા વિવાદાસ્પદ દાવા કરવામાં આવ્યા છે. 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની આ ડોક્યુમેન્ટ્રીના વિવાદ બાદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સ્પષ્ટતા આપી છે. સુનકે કહ્યું કે ડોક્યુમેન્ટ્રીમાં જે બતાવવામાં આવ્યું છે તેની સાથે તેઓ સહમત નથી. ઉલ્લેખનીય છે કે ભારતે ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપતા બીબીસીની આ ડોક્યુમેન્ટરીને પ્રચારનો ભાગ ગણાવી છે.
 
શું છે વિવાદિત  ડોક્યુમેન્ટ્રીમાં ? 
 
બીબીસીની આ ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ સરકાર 2002ના ગુજરાત રમખાણોમાં મોદીની કથિત ભૂમિકા વિશે જાણતી હતી. બીબીસી દ્વારા આ ડોક્યુમેન્ટ્રીના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના મુસ્લિમો વચ્ચેના તણાવ પર એક નજર, 2002 ના ગુજરાત રમખાણો જેમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા હતા તેમાં તેમની ભૂમિકાના દાવાઓની તપાસ કરી રહી છે.' બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો ભારતમાં જ નહીં પરંતુ બ્રિટનમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોના સંબંધો બગડી શકે છે.
 
ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે
ભારતે ગુરુવારે 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટરીને 'પ્રચારનો એક ભાગ' ગણાવીને કહ્યું કે તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, ઉદ્દેશ્યનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી પર કહ્યું કે તે 'ખોટી કથા'ને આગળ વધારવા માટેના પ્રચારનો એક ભાગ છે. તેમણે કહ્યું કે આ અમને આ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારવા માટે મજબૂર કરે છે.
 
 ઋષિ સુનકે શું કહ્યું ?

સુનકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ BBCની ડોક્યુમેન્ટરીમાં કરવામાં આવેલા દાવા સાથે સહમત છે કે બ્રિટનનાં વિદેશ કાર્યાલયના કેટલાક રાજદ્વારીઓ જાણતા હતા કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા જવાબદાર હતા", તો તેમણે કહ્યું કે તેઓ વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ, પાકિસ્તાની મૂળના ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીના ચરિત્ર ચિત્રણ સાથે સહમત નથી. સુનકે કહ્યું. "આ અંગે બ્રિટિશ સરકારની સ્થિતિ સ્પષ્ટ છે, અને તે બિલકુલ બદલાઈ નથી,"