સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (18:30 IST)

Shahbaz Sharif - શહબાઝ બનશે પાકિસ્તાનના 23મા PM - શહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના 23મા વડા પ્રધાન

shahbaz shariff
પાકિસ્તાન(Pakistan) મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ Shahbaz Sharif  ને દેશના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
 
વડા પ્રધાનપદ માટે શહબાઝ શરીફ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના ઉમેદવાર હતા. સોમવારના વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગમાં તેમનો વિજય થયો.
 
નેશનલ ઍસેમ્બલીમાં વોટિંગમાં શહબાઝ શરીફને 174 મત મળ્યા જ્યારે પીટીઆઈના ઉમેદવાર શાહ મહમૂદ કુરૈશીને એક પણ મત ન મળ્યો.
 
સોમવારના નેશનલ ઍસેમ્બલીનું સત્ર શરૂ થતાની સાથે જ ઇમરાન ખાનની પાર્ટીના સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું હતું.
 
ઇમરાન ખાનનો દાવો છે કે અમેરિકાની સાથે આ કાવતરાની રચના કરવામાં આવી અને તેમને સત્તામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
 
રવિવારના નેશનલ ઍસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ સત્તામાંથી બરતરફ થયેલા ઇમરાન ખાનની જગ્યા શહબાઝ શરીફ હવે પાકિસ્તાનના વડા પ્રધાન બનશે.
 
શહબાઝ શરીફ પર હવાલા લેવડ-દેવડથી જોડાયેલો એક કેસ ચાલી રહ્યો છે જેની આગામી સુનાવણી પર 27 એપ્રિલ સુધી રોક લગાવવામાં આવી છે.