બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (13:49 IST)

એલિયને મહિલાને ગર્ભવતી બનાવી

અમેરિકા: એલિયન્સ (Alien) અથવા યુએફઓ (UFO) અંગે ભૂતકાળમાં ઘણા આશ્ચર્યજનક દાવા કરવામાં આવ્યા છે. પરંતુ હવે જે દાવો કરવામાં આવ્યો છે તે મુજબ એલિયનના એક મહિલા સાથે સંબંધ હતા, 
 
જેના પછી તે મહિલા ગર્ભવતી (Pregnant) બની હતી. આ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે એક રિપોર્ટમાં યુએસ (US) ડિફેન્સ મિનિસ્ટ્રીએ (Defense Ministry) એવા લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી, જેમણે UFO મળ્યા બાદ ‘પેરાનોર્મલ એક્સપિરિયન્સ’ (Paranormal Experience) હોવાનો દાવો કર્યો હતો. 
 
અહેવાલમાં જણાવાયું છે કે યુએફઓ/એલિયનની નજીક રહેવાથી લોકોને ઈજા થઈ શકે છે, રેડિયેશનથી બળી શકે છે, મગજની સમસ્યાઓ થઈ શકે છે અથવા તેમની નસો પર અસર થઈ શકે છે. આ ઉપરાંત સાક્ષીઓના અન્ય અનુભવોમાં ખરાબ સપના, અવાજ ગુમાવવો, આંખમાં ઈજા, શ્વાસ લેવામાં તકલીફ અને વજન ઘટવું સામેલ છે.