ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 જુલાઈ 2018 (16:37 IST)

Back pain ની ફરિયાદ લઈને ડોક્ટર પાસે પહોંચી મહિલા, કાઢી 3000 પથરી !!

ચીનના જિયાંગ્સુ ક્ષેત્રમાં એક મહિલાના શરીરમાંથી લગભગ 3000 પથરી કાઢવામાં આવી. 56 વર્ષીય મહિલા પીઠમાં દુખાવો અને તાવની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી હતી. ચાંગઝોઉના વુજિન હોસ્પિટલના ડોક્ટરે ચેકઅપ દરમિયાન જોયુ કે મહિલાની જમણી કિડની પથરીથી ભરેલી છે. 
 
Shanghaiistની રિપોર્ટ મુજબ મહિલાની ઓળખ ફક્ત તેના સરનેમ ઝાંગથી થઈ શકી છે. ગયા અઠવાડિયે મહિલાને સતત તેજ પીઠનો દુખાવો થવાની ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન ડોક્ટરે જોયુ કે તેની રાઈડ કિડની પથરીથી ભરેલી છે. 
 
Modern Expressની રિપોર્ટ મુજબ ડૉક્ટરોએ સફળતાપૂર્વક સર્જરી કરી પથરી કાઢી. ત્યારબાદ એક ટ્રેનીને પથરી ગણવામાં લગભગ એક કલાક લાગી ગયો. કુલ 2,980 પથરી કાઢી. 
 
મહિલાને આટલી વધુ પથરી નીકળતા વિશ્વાસ નહોતો થઈ રહ્યો. 
 
ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ મુજબ શરીરમાંથી સૌથી વધુ પથરી કાઢવાનો રેકોર્ડ મહારાષ્ટ્રના ધનરાજ વાડિલેનુ નામ છે.  તેના શરીરમાંથી 1,72,155 પથરી કાઢવામાં આવી હતી.