દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, કોણ છે મેદાનમાં?
દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ તરફથી માર્શલ લૉ લાગુ કરવાની ઘટના બાદ તેમની સામે મહાભિયોગ ચલાવીને તેમને હઠાવી દેવાયા હતા.
સ્થાનિક સમય પ્રમાણે બપોરે એક વાગ્યા સુધી 62.1 ટકા મતદાન થયું છે. 2022ની સરખામણીએ આ સમયે ઓછું મતદાન થયું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો વિપક્ષી ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે મ્યૂંગ તથા સત્તારૂઢ દળના કિમ મૂન સૂ વચ્ચે છે. કિમ મૂન યૂન સુક-યોલની કૅબિનેટમાં મંત્રી હતા.
ઘણા યુવા મતદાતાઓનું કહેવું છે કે દેશમાં તેઓ એક નિર્ણાયક નેતા જોવા માગે છે.
દક્ષિણ કોરિયાની સૌથી મોટી કસોટી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફની મુશ્કેલીનો સામનો કરવાની રહેશે.