શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 29 ડિસેમ્બર 2024 (17:01 IST)

South Korea plane crash - દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત, માત્ર 2ને બચાવી શકાયા

દક્ષિણ કોરિયામાં મોટી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 120નાં મોત
 
જેજુ એરનું વિમાન જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે એક વિસ્ફોટ થયો અને પ્લેન રનવે પરથી સરકી ગયું. પ્લેન રનવેથી વધુ નીચે ગયું અને બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું અને આંખના પલકારામાં તે આગમાં ભડકી ગયું.
 
દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પ્લેન ક્રૅશ થયાના સમાચાર છે. આ વિમાનમાં અંદાજે 181 લોકો સવાર હતા.
 
એવું મનાઈ રહ્યું છે કે વિમાન લૅન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકીને દીવાલ સાથે અથડાયું હતું. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહેપ પ્રમાણે સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાઇરલ થઈ રહી છે જેમાં 
 
ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
 
નૅશનલ ફાયર એજન્સી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 179 લોકોનાં મોત થયાં છે.
 
ન્યૂઝ એજન્સી યોનહેપ અનુસાર, દુર્ઘટનાનું કારણ વિમાનની પક્ષીઓ સાથે અથડામણ હોવાનું જણાય છે.
 
યોનહેપે ફાયર વિભાગને ટાંકીને લખ્યું છે કે બચાવ એજન્સીઓએ વિમાનના પાછળના ભાગમાંથી મુસાફરોને બહાર કાઢ્યા છે.