વધુ એક વિમાન દુર્ઘટના! લેન્ડિંગ વખતે ભીષણ આગ લાગી, 80 લોકો સાથે કેનેડા આવી હતી ફ્લાઈટ
Air Canada Flight Catches Fire: દક્ષિણ કોરિયા ઉપરાંત કેનેડામાં પણ વિમાન દુર્ઘટના થઈ છે. કેનેડામાં લેન્ડિંગ બાદ PAL એરલાઈન્સના વિમાનમાં આગ લાગી. એર કેનેડાની ફ્લાઈટ AC2259, જે 80 લોકોને સેન્ટ જોનથી હેલિફેક્સ લઈ જતી હતી, તે એરપોર્ટ પર ઉતરી રહી હતી ત્યારે તે રનવે પરથી સરકી ગઈ હતી અને લેન્ડિંગ ગિયર તૂટી જતાં તેમાં આગ લાગી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્લેનને નુકસાન થયું છે. મુસાફરોમાં પણ હોબાળો મચી ગયો હતો, લેન્ડિંગ થતાં જ લોકોને ઈમરજન્સી ગેટમાંથી બચાવી સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા.