સિડની -બંદૂકધારીઓએ માંગ્યો આઈએસ ઝંડો. શહેરમાં વધુ 4 બોમ્બ પ્લાંટ કર્યાની આપી ચેતાવણી

સિડની.| Last Modified સોમવાર, 15 ડિસેમ્બર 2014 (15:59 IST)
બીજી બાજુ કેફેની અંદર એક થી વધુ બંદૂકધારી હુમલાવરો હોવાની વાત કહી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે સ્થાનીક પોલીસ બંદૂકધારીઓના સંપર્કમાં છે. ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશ્નરે કહ્યુ કે અમે આ સમસ્યાનો શાંતિપૂર્ણ હલ ઈચ્છીએ છીએ.


સમાચાર મુજબ આ બંદૂકધારીએ પોલીસને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)નો ઝંડો માગ્યો અને કહ્યુ કે તેઓ પ્રધાનમંત્રી ટોની એબોટ સાથે વાત કરવા માંગે છે. રિપોર્ટ મુજબ આ સાથે જ બંદૂકધારીએઓ એ પણ ચેતાવણી આપી છે કે તેમને શહેરમાં ચાર બોમ્બ પ્લાંટ કર્યા છે.

ભારતના સંસદીય કાર્યમંત્રી વૈકૈયા નાયડુએ સિડનીના કેફેમાં કોઈપણ ભારતીયના બંધક હોવાનો ઈન્કાર કર્યો છે. પહેલા સમાચાર હતા કે ત્યા એક ભારતીય પણ બંધક હોઈ શકે છે.આ પણ વાંચો :