ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (16:56 IST)

રશિયામાં ફરી તૂટ્યો કોરોનાનો રેકૉર્ડ, પીએમ મોદીએ એટલે આપી હતી ચેતાવની

દુનિયાના અનેક દેશોમાં એકવાર ફરી કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે. બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને રશિયામાં દરરોજ 30 હજારથી વધુ કોવિડ કેસ જોવા મળી રહ્યા છે. પરંતુ ભારત હજુ પણ કોરોના વાયરસને લઈને સજાગ છે. પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ છે પરંતુ આપણે બેદરકાર થવાની જરૂર નથી. ખૂબ કાળજી રાખવી પડશે. જ્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી આપણે હથિયાર મુકવાના નથી. આપણે કોરોના સામેની લડાઈ જીતીશું.
 
રશિયાની વાત કરીએ તો 23 ઓક્ટોબરે ક્રેમલિને છેલ્લા 24 કલાકમાં કોવિડથી 1075 લોકોના મોતની માહિતી આપી છે. અધિકારીઓ મોસ્કો સહિત દેશમાં તમામ ઓફિસો બંધ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 37,678 કેસ નોંધાયા છે. બ્રિટનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 48,728 નવા કોવિડ કેસ અહીં આવ્યા છે. ઓક્ટોબરથી બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
 
કોવિડ સામે દુનિયાની પ્રથમ રસી (સ્પુતનિકે) બનાવનાર રશિયાએ માત્ર એક તૃતીયાંશ લોકોને સંપૂર્ણ રસી આપી છે. બ્રિટનની વાત કરીએ તો અહીં લગભગ બે તૃતીયાંશ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, પરંતુ તેમ છતાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બ્રિટને પણ ઘણા સમય પહેલા કોરોનાની રસી AstraZeneca બનાવી હતી અને લોકોને ઉતાવળમાં રસી પણ આપી હતી, પરંતુ તેમ છતાં કોરોના બેકાબૂ હોય તેવું લાગી રહ્યું છે.