શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (00:54 IST)

કૂતરાએ પોતાના માલિકને મારી ગોળી, ટેકરી પર શિકારની તાલીમ માટે લઈ ગયો હતો

Hunter is 'shot dead by his own DOG
એવા  સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. સામાન્ય રીતે કૂતરાને ગોળી  મારવાનાં સમાચાર સાંભળવા મળે છે પરંતુ શું ક્યારેય કોઈ કૂતરાએ માણસને ગોળી મારી છે. પરંતુ તુર્કીથી જે સમાચાર સામે આવ્યા છે તે છે કે કૂતરાએ પોતાના જ માલિકને ગોળી મારીને મારી નાખ્યો છે.
 
આ સ્ટોરી  તુર્કીના સેમસુન પ્રાંતમાંથી બહાર આવી છે, જ્યાં એક 32 વર્ષીય ડોગ પ્રેમી તેના પાલતુ કૂતરાઓને શિકારની તાલીમ આપવા જઈ રહ્યો હતો ત્યારે તેની ગોળી વાગી 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઝગર ગેવરેકોગ્લુ તેના પાલતુ કૂતરાઓને કારમાંથી એક ટેકરી પર લઈ જઈ રહ્યો હતો. ઓઝગર જે કારમાં તેના પાલતુ કૂતરાઓને લઈને જઈ રહ્યો હતો, તેના ટ્રંકમાં એક શૉટ ગન પણ રાખવામાં આવી હતી અને તે પણ લોડ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન, જેવો તે ટેકરી પર પહોંચ્યો, તે જ સમયે તેના એક પાલતુ કૂતરાએ તેના પંજા વડે તે શોટ ગનનું ટ્રિગર દબાવી દીધું. 
બંદૂકમાં પહેલેથી જ એક ગોળી હતી, તેથી પંજો ટ્રિગર સાથે અથડાતાં જ ગોળી નીકળી ગઈ. અને તે ગોળી સીટને વીંધીને સીધી ઓઝગલ ગેવરેકોગ્લુ તરફ ગઈ. નજીકથી ગોળી વાગતા ગેવરેકોગ્લુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
 
સ્થાનિક મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ ઓઝગર માત્ર દસ દિવસ પહેલા જ પિતા બન્યો હતો. પહાડી પર તેની કારમાંથી ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયા બાદ સુરક્ષા અધિકારીઓએ તેની કાર ત્યાંથી પરત મેળવી હતી. જ્યારે તેનો મૃતદેહ કારમાંથી મળ્યો ત્યારે તે લોહીથી લથપથ હતો અને તેના બંને પાલતુ કૂતરા તેની બાજુમાં બેઠા હતા.