1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (13:59 IST)

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ

Ram temple in Abu Dhabi
-બુધવારે સવારથી જ અભિષેકની વિધિ ચાલી રહી છે
-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સોસાયટીએ આ વિશાળ હિંદુ મંદિર બનાવ્યું
-UAE)ની ઓળખનું અનોખું મિશ્રણ છે.
 
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરમાં બુધવારે સવારથી જ અભિષેકની વિધિ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવેથી થોડા સમયમાં આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે.
 
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સોસાયટીએ આ વિશાળ હિંદુ મંદિર બનાવ્યું છે. અબુ ધાબીમાં 27 એકર જમીનમાં બનેલા આ મંદિરમાં ભારતીય સંસ્કૃતિ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ઓળખનું અનોખું મિશ્રણ છે.
 
પીએમ મોદીની ગલ્ફ કન્ટ્રીની બે દિવસીય મુલાકાતનું કેન્દ્રબિંદુ યુએઈ અને અબુ ધાબીમાં બીજા સૌથી મોટા હિંદુ મંદિર BAPS મંદિરનું ઉદ્ઘાટન છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2019માં શરૂ થયું હતું, જેના માટે સંયુક્ત આરબ અમીરાતે જમીન દાનમાં આપી છે. આ મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ અને રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા પાત્રોમાં લાવવામાં આવ્યું છે.