સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (07:28 IST)

Afghanistan News: પરિવાર સાથે અબુ ધાબીમાં છે અશરફ ગની, સંયુક્ત અરબ અમીરાતે કહ્યુ, માનવતાના આધારે આપ્યો આશરો

Afghanistan News: અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી સંગઠન તાલિબાનનો  કબજો થયા પછી અફઘાનિસ્તાન છોડીને  ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુ ધાબીમાં છે. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના વિદેશ મંત્રાલયે આ વાતની ચોખવટ કરી છે. તેમણે કહ્યું કે માનવતાના આધારે યુએઈ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનું સ્વાગત કરે છે. જો કે તેઓ ત્યા ક્યા સ્થાને છે તે વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ કહ્યું કે તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનુ  "માનવીય આધાર પર" સ્વાગત કર્યુ છે. 
 
તાલિબાન કાબુલની નિકટ આવે તે પહેલા જ ગની દેશને ભાગી ગયા હતા. યુએઈની સરકારી  સમાચાર સમિતિ ડબલ્યુએએમ એ બુધવારે પોતાના એક સમાચારમાં આ માહિતી આપી. જોકે, તેમણે એ નથી કહ્યું કે ગની દેશમાં ક્યાં છે. આમાં દેશના વિદેશ મંત્રાલયનું એક લાઇનનું નિવેદન જોડવામાં આવ્યુ છે. 
 
વિરોધીઓ સામે તાલિબાન ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત
 
બીજી બાજુ પૂર્વ શહેર જલાલાબાદમાં વિરોધીઓ પર તાલિબાનની હિંસક કાર્યવાહીમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. એક અફઘાન આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી.
 
કેટલાક લોકોએ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તાલિબાનનો ધ્વજ ઉતારી દીધો. ત્યારબાદ તાલિબાને ગોળીબાર કર્યો અને લોકો સાથે મારપીટ કરી. આરોગ્ય અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી, કારણ કે તે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી.