શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (14:38 IST)

અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ કોણ ?- નવા રાષ્ટ્રપતિ કોણ બનશે?

:મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાએ પણ છોડી દીધો દેશ 
તાલિબાનનો કબજો થયા પછી પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન ચાલ્યા ગયા છે
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ નવા રાષ્ટ્રપતિના નામને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જઈ રહી છે. એક અહેવાલ મુજબ તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદરને અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
 
મુલ્લા બરાદર (સંસ્થાપક)
મુલ્લા બરાદરનું પૂરું નામ મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. કંદહારમાં તેનો ઉછેર થયો હતો. કંદહાર એટલે કે એવી જગ્યા કે જ્યાં તાલિબાન જેવા લડાકુ સંગઠનની સ્થાપના થઈ હતી.