સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (14:23 IST)

કાબુલ એયરપોર્ટ પર ફાયરિંગમાં 5ની મોત ફ્લાઈટસ પર રોક ફંસ્યા ભારતીયને આંચકો

અફગાનિસ્તાનમાં ફંસ્યા હજારો ભારતીયોની ચિંતાઓ વધી ગઈ છે. સોમવારે કાબુલ એયરપોર્ટ પર દેશ મૂકવા માટે લોકોની દોડભાગ થઈ ગઈ હતી અને તે દરમિયાન સ્થિતિ વણસી ગઈ. આ વચ્ચે ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. જેમાં ઓછામાં ઓછા 5 લોકોની મોત થઈ છે.  આ ઘટના પછી કાબુલથી કામર્શિયલ ઉડાનો થંભાવી દીધુ છે. તેના કારણે ભારત આવનારી અને ભારતથી કાબુલ જતી ઉડાનો પર પ્રતિબંધ લાગી ગયુ છે.  હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે અને 6000 સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે. આ બાજુ ભારતની અધ્યક્ષતામાં આજે UNSC ની બેઠક યોજાવવાની છે.