શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (11:51 IST)

VIdeo- પહેલા મે.. પહેલા મે કાબુલમાં વિમાનો પર ચઢવા માટે હચમચાટ, જીવ બચાવવા ભાગી રહ્યા લોકો

અફગાનિસ્તાનમાં તાલિબાનએ તેમનો કબ્જો કરી લીધુ છે. લોકો દેશ મૂકીને ભાગી રહ્યા છે. ભારત સાથે ઘણા દેશ તેમના નાગરિકો અને રાજનીતિકો ત્યાંથી બચાવીને લાવી રહ્યા છે. આ વચ્ચે કાબુલ એયરપોર્ટ પર બ્લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારે સંખ્યામાં લોકો વિમાનમાં ચઢી રહ્યા છે. સોશિયલ મીડિયા એવા વીડિયો જોવામાં આવી રહ્યા છે. જેમાં હજારો લોકો વિમાનમાં ચઢતા જોવાઈ રહ્યા છે. રવિવારે કાબુલ 
પર તાલિબાનીઓના કબ્જા પછી આ ખબર મળી કે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ મૂકીને હાલે ગયા છે. ત્યારબાદથી જ કાબુલ એયરપોર્ટ પર દેશ મૂકીને જવાતા લોકોની ભીડ લાગી ગઈ છે. એયરપોર્ટ સુધી જતી બધી સડકો સુધી ભાએ ટ્રેફિકથી ભરી પડી જોવાઈ રહી છે. 
કાબુલથી આવી રહી ખબરો તાલિબાનના શહેરના બાહરી ક્ષેત્રમાં પણ એંટ્રી લીધી છે. જેનાથી લોકોમાં ડર અને ગભરાહટ પેદા થઈ ગઈ. ડર અને ગભરાહટનો અસર એયરપોર્ટ અને રોડ પર જોવા મળી રહ્યુ છે.અફગાનિસ્તાનના એક પત્રકાર અહમર ખાનએ ટ્વિટર પર વીડિયો નાખી ત્યાંથી સ્થિતિ જોવાઈ છે. તેણે લખ્યુ છે, "કાબુલ એયરપોર્ટ પર આજે સવારેથી ગંભીર સ્થિતિ બની રહી છે. 

બીજો વીડિયો પોસ્ટ કરતા અહમર ખાને લખ્યું કે, "કાબુલ એરપોર્ટ પર મોટી લાચારી જોવા મળી રહી છે. આ હૃદય તોડનાર છે! વીડિયોમાં, ચોંકી ગયેલા અને ડરી ગયેલા લોકો વિમાનમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. એરપોર્ટની આજુબાજુ લોકોની ભીડ જોવા મળી રહી છે, જેમને તાલિબાનના ડરથી પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે.