સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (14:04 IST)

બુરહાન વાનીના પિતાએ કર્યું ધ્વજવંદન- કાશ્મીરમાં આતંકી બુરહાન વાનીના શિક્ષક પિતાએ ફરકાવ્યો તિરંગો

કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના પિતા મુઝ્ઝફર વાનીએ રવિવારે 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુલવામા જિલ્લાની એક સ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન તિરંગો ફરકાવ્યો હતો.
 
હિજબૂલના આ આતંકવાદીના પિતાએ કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, રાષ્ટ્રગાન પણ ગાયું. ઉલ્લેખનીય છે કે તેઓ જમ્મુ કશ્મીરની એક શાળામાં શિક્ષક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર  મુઝફ્ફર વાની વ્યવસાયે શિક્ષક છે અને તેમણે રવિવારે તરાલ સ્થિત ગર્વમેન્ટ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમણે રાષ્ટ્રગાન જન ગણ મન પણ ગયું હતું.