Viral News - 5 રૂપિયાનુ પારલે જી 2400 માં..હજુ શુ જોવાનુ છે બાકી ? આમ જ નથી બન્યુ ગાજા ઘરતીનુ નરક
ગાઝા પૃથ્વી પર નર્ક બની ગયું છે. અહીં જીવનનો નાશ થયો છે. કોઈક રીતે, તે નર્કમાં જીવન બચાવવાનો સંઘર્ષ ચાલુ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન, ગાઝાથી એક એવા સમાચાર આવ્યા છે જે ભારતીયો માનશે નહીં. હા, ભલે બિસ્કિટ આપણા માટે કોઈ મૂલ્ય ન હોય, તે હજુ પણ ગાઝામાં જીવનનો આધાર છે. આપણે અહીં પાંચ રૂપિયામાં જે બિસ્કિટ ખરીદીએ છીએ તે ગાઝામાં બે હજાર રૂપિયાથી વધુ મોંઘા છે.
જી હા યુદ્ધગ્રસ્ત ગાજામાં ખાવા પીવાની વસ્તુઓનો દુકાળ પડ્યો છે. ખાદ્યાનની કમીએ ભયંકર અકાળનુ રૂપ લીધુ છે. ત્યા ખાવા પીવાનો સામાન નથી મળી રહ્યો. જો મળી પણ રહ્યો છે તો સામાનની મૂળ કિમંતથી લગભગ 500 ગણો વધુ કિમંત પર મળી રહ્યો છે. પાંચ રૂપિયામાં મળનારુ પારલે જી બિસ્કિટ લગભગ 2300 રૂપિયામાં મળી રહ્યુ છે. વિદેશી મદદથી વસ્તુઓ પહોચે છે પણ લોકોને ઓછી પડી રહી છે.
5 નુ પારલે જી 2342 માં
એક સમાચાર મુજબ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ગાજાથી વાયરલ થયેલી એક પોસ્ટમાં એક વ્યક્તિએ દાવો કર્યો છેકે ત્યા પારલે જી બિસ્કિટ 24 યૂરો (2,342 રૂપિયા) થી વધુમાં વેચાય રહ્યુ છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો બિસ્કિટની કિમંત જોઈને હેરાન છે. અહી બતાવવુ જરૂરી છે કે ભારતીય બજારોમાં આ પારલે જી બિસ્કિટની કિમંત માત્ર પાંચ રૂપિયા છે.
વાયરલ પોસ્ટમાં દાવો
મોહમ્મદ જવાદ નામના વ્યક્તિએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ, લાંબી રાહ જોયા બાદ છેવટે આજે મને રવિફના પસંદગીના બિસ્કિટ મળી ગયા. ભલે કિમંત 1.5 યૂરો થી વધીને 24 યૂરોથી વધુ થઈ ગઈ હોય પણ હુ રવિફને તેની પસંદગીના બિસ્કિટ આપવાથી ના ન પાડી શક્યો. મોહમ્મદ જવાદના મતે, ગાઝામાં પારલે-જી બિસ્કિટની કિંમત પહેલા 146 રૂપિયાની આસપાસ હતી. પરંતુ હવે તેની કિંમત 2,351 રૂપિયા થઈ ગઈ છે. આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ? હકીકતમાં, ઓક્ટોબર 2023 થી ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે, ગાઝામાં ખાદ્ય પદાર્થોની પહોંચ વ્યવસ્થિત રીતે ઘટી ગઈ છે. આ વર્ષે 2 માર્ચથી 19 મે દરમિયાન, ઘેરાયેલા પેલેસ્ટિનિયન પ્રદેશને લગભગ સંપૂર્ણ નાકાબંધીનો સામનો કરવો પડ્યો. માત્ર મર્યાદિત સંખ્યામાં માનવતાવાદી ટ્રકોને જ પસાર થવા દેવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાને તીવ્ર આંતરરાષ્ટ્રીય દબાણ પછી જવાની મંજૂરી આપવામાં આવી હતી.
ગાઝામાં ખાદ્ય પદાર્થોની ઓછી પહોંચ વચ્ચે, કાળાબજારી પણ ચરમસીમાએ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મદદમાં મળતા ખાદ્ય પદાર્થો કાળાબજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ઊંચા ભાવ ફક્ત પારલે-જી પૂરતા મર્યાદિત નથી. એવી ઘણી વસ્તુઓ છે, જે ખૂબ જ મોંઘી વેચાઈ રહી છે. આજે ગાઝામાં ૧ કિલો ખાંડનો ભાવ 4,914 રૂપિયા છે અને 1 કિલો બટાકાનો ભાવ 1965 રૂપિયા છે.