#webviral - આપ જાણો છો કેમ સોશિયલ મીડિયામાં આ ફોટોએ ધૂમ મચાવી છે
અમેરિકાના હવાઈની આ બાળકી બે મહિનાની છે પણ તેના શાનદાર વાળને કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ. માઈકલ અને એડ્રેયા રાડેરે પોતાના બાળકી કોરલની ફોટો અપલોડ કરી અને તે વાયરલ થઈ ગઈ.
બાળકીને લઈને લોકો અનેક પ્રકારની કમેંટ કરવાથી ચૂકતા નથી. એક યૂઝરે લખ્યુ, આ બાળકી બે મહિનાની છે ? આ તો બે વર્ષ જેટલી મોટી દેખાય રહી છે. કોરલ ગો ટૂ સ્લીપ (Coral, Go to Sleep અને Hawaiian Stroll)અને હવાયન સ્ટ્રોલ સાથે તમે બાળકીના વધુ સુંદર ફોટા જોઈ શકો છો