Last Modified: ઇટાલી , સોમવાર, 22 ઑક્ટોબર 2007 (12:28 IST)
અપહરણ કરાયેલ કૈથોલીક પાદરીની મુક્તિ
નેપલ્સ, ઇટાલી (વાર્તા) ઈરાકમાં અપહરણ કરાયેલ બે કૈથોલીક પાદરીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં. વેટીકનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે હું આ વાતની ખાતરી આપી શકુ છું કે તેઓને મુક્ત કરી દેવામાં આવ્યાં છે.
જોકે પ્રવક્તાએ પાદરીઓના સ્વાસ્થ્ય અને તેમની મુક્તિના સંબંધમાં વિસ્તૃત જાણકારી આપી ન હતી. પાદારીઓનું ઇરાકના ઉત્તર તરફ આવેલ મૌસુલ શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
ગત અઠવાડિએ પોપ બેનેડીક્ટે પોતાના સાપ્તાહિક સંદેશમાં અપહરણકર્તાઓ દ્વારા અપહરણ કરવામાં આવેલ પાદરીઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં હિંસાથી શાંતિને કાયમ ન કરી શકાય.