Last Modified: લંડન , બુધવાર, 24 માર્ચ 2010 (17:04 IST)
અમેરિકાએ યૂ-ટર્ન નથી લીધો : ચિદંબરમ
ND
N.D
કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું છે કે, ભારતીય તપાસકર્તાઓને પાકિસ્તાન મૂળના અમેરિકી લશ્કર આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીથી સીધો પુછપરછનો મૌકો મળવો જોઈએ કે, નહીં તે મુદ્દા પર કોઈ સંશય નથી. તેમણે કહ્યું કે, મને એવું નથી લાગતું કે, અમેરિકાએ આ મુદ્દા પર 'યૂ -ર્ટન' લીધો છે.
અમેરિકાની આધિકારીક યાત્રા પર આવેલા ચિદંબરમે કહ્યું કે, જો આપ રોમરના એ વાક્યને ધ્યાનથી વાંચો તો એવું લાગતું નથી કે, અમેરિકી અર્ટાની એરિક હોલ્ડરે જે મને કહ્યું છે, તે તેનાથી વિપરીત છે.
કાલે રાત્રે ગૃહ સચિવ જીકે પિલ્લઈએ કહ્યું હતું કે, ભારત રોમરની ટિપ્પણી પર વિશેષ ધ્યાન દઈ રહ્યું નથી અને જેમ બને તેમ જલ્દી પોતાના તપાસકર્તાઓને અમેરિકા મોકલી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારા હિસાબથી આપણે લોકોએ આ મુદ્દા પર આગળ વધી રહ્યાં છીએ અને અમે અમેરિકી રાજદૂતની ટિપ્પણીઓને ધ્યાનમાં લઈ રહ્યાં નથી.